ફરીથી ફોટો છપાયો (ગુજરાતી કવિતા) / farithi photo chhapayo by Sunita B Pandya
ફરીથી ફોટો છપાયો (ગુજરાતી કવિતા)/ farithi photo chhapayo Gujarati poem
ફરીથી ફોટો છપાયો ગુજરાતી કવિતા
કાલ નો વિદ્યાર્થી આજે અધિકારી બની ગયો હતો
જાણે ઈડરિયા ગઢ ની જેમ કરેલો પુસ્તકોનો ઢગલો,
આજે ઈડરિયો ગઢ જીતીને આવ્યો હતો
બાપના કંધા નો ભાર દીકરાએ આજે ઉપાડી લીધો હતો.
બા એ સફળતા માટે દીધેલું ગળ્યું દહીં
આજે મીઠાઈ બનીને બધાના મોં મીઠું કરાવતું હતું
પત્રકારો ઇન્ટરવ્યૂ લેવા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા.
ગામની ડાળીઓ નમી નમીને હોંશે હોંશે વધાવતી હતી.
વર્તમાન પત્ર માં છપાયેલો ફોટો બહેને સાચવીને મૂકી દીધો હતો.
૨૫ વર્ષોથી સુજી ગયેલી માં ની આંખો એ તપસ્યા પૂર્ણ કરી હતી
વર્તમાન પત્ર વાંચતા એ ભવિષ્ય ના અધિકારી દીકરા ને નિહાળી રહી
૨૫ વર્ષ પછી ફરીથી આજે એનો ફોટો છપાયો હતો વર્તમાન પત્ર માં
વાહ વાહ ની પુકાર આજે નિંદા માં ફેરવાઈ ગઈ હતી
માં ની આંખો સૂજી ગઈ હતી ફરીથી આજે
લાંચીયા અધિકારી ના બિરુદ સાથે ફરીથી ફોટો છપાયો હતો
વર્તમાન પત્ર વાંચતા એ ભૂતકાળનો આજ્ઞાકારી વિદ્યાર્થી નિહાળી રહી
ફરીથી ફોટો છપાયો ગુજરાતી કવિતા
ફરીથી ફોટો છપાયો (ગુજરાતી કવિતા)/ farithi photo chhapayo Gujarati poem by Sunita B Pandya (સુનિતા બી પંડ્યા)

Comments
Post a Comment