Posts

Showing posts from March, 2022

ફરી એકવાર (ગુજરાતી કવિતા)/ fari ekvar Gujarati poem by Sunita B Pandya

Image
 ફરી એકવાર (ગુજરાતી કવિતા) Gujarati poem by Sunita B Pandya ફરી એકવાર જિદ સામે જિંદગી હારી ગઈ ફરી એકવાર બંદગી એ હાર સ્વીકારી લીધી, ફરી એકવાર માસૂમ દીકરાનો સવાલ સ્કીપ થઈ ગયો ફરી એકવાર માં નો લલકાર પોઝ થઈ ગયો, ફરી એકવાર બાદબાકી થઈ ગઈ બાકીની જિંદગીની ફરી એકવાર સરવાળો થઈ ગયો લાશનાં ઢગલાંનો, ફરી એકવાર સિંહનો સસલું શિકાર કરી ગયો ફરી એકવાર મા ની ઉદરગુહાને લાત વાગી હતી, ફરી એકવાર એક માં નો બીજી મા ના ઘડતર સામે સવાલ હતો અને ફરી એકવાર અલ્પ વિરામ એ વિરામ લઈ લીધો હતો ! ફરી એકવાર (ગુજરાતી કવિતા)/ fari ekvar Gujarati poem by Sunita B Pandya ફરી એકવાર ગુજરાતી કવિતા by Sunita B Pandya

कल युग की नारी हूं(kalyug ki nari hu)hindi Poem by Sunita B Pandya

Image
 कल युग की नारी हूं(kalyug ki nari hu)hindi Poem by Sunita B Pandya  कल युग की नारी हूं मैं कल युग की नारी हूं मैं कल का भविष्य निश्चित करने योद्धा की तरह लड़ती हूं लाखों शब्दों को पढ़कर बनी, सुंदर सी एक पंक्ति हूं मैं समझना चाहते हो भीतर से मुझे तो, प्रकृति को देखो करीब से लाचार, डरपोक, बेचारी की छवी बदलने आई हूं रणचंडी बनकर मैं नई पीढ़ी से कदम मिलाने, हर क्षेत्र से माहितगार हूं मैं फास्ट फूड की नई पीढ़ी को, सात्विक आहार खाना शिखाती हूं मैं परंपरा और संस्कृति का संवर्धन करके, आधुनिकता की अंधी दौड़ से दूर रहना शिखाती हूं मैं हर नई टेक्नोलोजी से माहितगार बनकर, जनरेशन गैप को मिटाती हूं मैं  एलोपैथी के युग मे दlदीमा के नुस्खे की भी जानकारी रखती हूं मैं हर रिश्ते को बखूबी निभाना, वरदान लेकर आई हूं मैं  रसोड़े की रानी हूं मैं, वाहन भी चलाना जानती हूं मैं सजना संवरना पसंद है मुझे, किसी की जिंदगी भी संवारना जानती हूं मैं Like,Share And Subscribe My YouTube channel to watch Heart touching poem.  Kalyug ki nari hu hindi Poem by Sunita B Pandya

ફરીથી ફોટો છપાયો (ગુજરાતી કવિતા) / farithi photo chhapayo by Sunita B Pandya

Image
  ફરીથી ફોટો છપાયો (ગુજરાતી કવિતા)/ farithi photo chhapayo Gujarati poem ફરીથી ફોટો છપાયો ગુજરાતી કવિતા કાલ નો વિદ્યાર્થી આજે અધિકારી બની ગયો હતો જાણે ઈડરિયા ગઢ ની જેમ કરેલો પુસ્તકોનો ઢગલો, આજે ઈડરિયો ગઢ જીતીને આવ્યો હતો બાપના કંધા નો ભાર દીકરાએ આજે ઉપાડી લીધો હતો. બા એ સફળતા માટે દીધેલું ગળ્યું દહીં આજે મીઠાઈ બનીને બધાના મોં મીઠું કરાવતું હતું પત્રકારો ઇન્ટરવ્યૂ લેવા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. ગામની ડાળીઓ નમી નમીને હોંશે હોંશે વધાવતી હતી. વર્તમાન પત્ર માં છપાયેલો ફોટો બહેને સાચવીને મૂકી દીધો હતો. ૨૫ વર્ષોથી સુજી ગયેલી માં ની આંખો એ તપસ્યા પૂર્ણ કરી હતી વર્તમાન પત્ર વાંચતા એ ભવિષ્ય ના અધિકારી દીકરા ને નિહાળી રહી ૨૫ વર્ષ પછી ફરીથી આજે એનો ફોટો છપાયો હતો વર્તમાન પત્ર માં વાહ વાહ ની પુકાર આજે નિંદા માં ફેરવાઈ ગઈ હતી  માં ની આંખો સૂજી ગઈ હતી ફરીથી આજે લાંચીયા અધિકારી ના બિરુદ સાથે ફરીથી ફોટો છપાયો હતો વર્તમાન પત્ર વાંચતા એ ભૂતકાળનો આજ્ઞાકારી વિદ્યાર્થી નિહાળી રહી ફરીથી ફોટો છપાયો ગુજરાતી કવિતા ફરીથી ફોટો છપાયો (ગુજરાતી કવિતા)/ farithi photo chhapayo Gujarati poem by Sunita B Pandya (...

યોદ્ધાની પત્ની (ગુજરાતી કવિતા)) Martyr'wife (gujrati poem)

Image
https://youtu.be/2G5lIZOjupM આજે ૨૩ માર્ચ એટલે શહીદ દિન. જયારે સપૂતનો પાર્થિવ દેહ દેશનાં તિરંગા માં લપેટાઈને પોતાને વતન આવે છે ત્યારે આખો દેશ કલ્પાંત અનુભવે છે. આવાં સમયે શહીદની પત્ની શું ક્ષણિક નિર્ણય લે છે એના પર છે આજની કવિતા - યોદ્ધાની પત્ની.   યોદ્ધાની પત્ની (ગુજરાતી કવિતા)) Martyr'wife (gujrati poem)