ફરી એકવાર (ગુજરાતી કવિતા)/ fari ekvar Gujarati poem by Sunita B Pandya

 ફરી એકવાર (ગુજરાતી કવિતા) Gujarati poem by Sunita B Pandya




ફરી એકવાર જિદ સામે જિંદગી હારી ગઈ

ફરી એકવાર બંદગી એ હાર સ્વીકારી લીધી,


ફરી એકવાર માસૂમ દીકરાનો સવાલ સ્કીપ થઈ ગયો

ફરી એકવાર માં નો લલકાર પોઝ થઈ ગયો,


ફરી એકવાર બાદબાકી થઈ ગઈ બાકીની જિંદગીની

ફરી એકવાર સરવાળો થઈ ગયો લાશનાં ઢગલાંનો,


ફરી એકવાર સિંહનો સસલું શિકાર કરી ગયો

ફરી એકવાર મા ની ઉદરગુહાને લાત વાગી હતી,


ફરી એકવાર એક માં નો બીજી મા ના ઘડતર સામે સવાલ હતો

અને ફરી એકવાર અલ્પ વિરામ એ વિરામ લઈ લીધો હતો !


ફરી એકવાર (ગુજરાતી કવિતા)/ fari ekvar Gujarati poem by Sunita B Pandya


ફરી એકવાર ગુજરાતી કવિતા by Sunita B Pandya

Comments

Popular posts from this blog

कल युग की नारी हूं(kalyug ki nari hu)hindi Poem by Sunita B Pandya