હું છું ગુજરાતી (ગુજરાતી કવિતા)

 



નમસ્કાર દોસ્તો, આજે ૧ મે, એટલે "ગુજરાત સ્થાપના દિન" . આજના દિવસે આપણો દેશ ઈ વિ ૧૯૬૦ માં મહારાષ્ટ્ર થી અલગ થયો હતો . મારી આજની કવિતા સૌ ગુજરાતીઓ ને સમર્પિત કરું છું.



કચ્છના સફેદ રણ થી લઈને તીથલ નો દરિયાકિનારો છે જ્યાં નો ,

એવું મારું ગુજરાત અને હું ત્યાંની રહેવાસી ગુજરાતી


વડનગર નો સાવજ અને માણસા નો શિયાળ,

એવાં મારાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ ગુજરાતી



દિમાગ ની માલકીન, 

દિલ થી આખી દુનિયા ને મોજ કરાવતી હું છું ગુજરાતી

જેની પરિભાષા છે ગરબા, 

રાસડા થી આખું આંગનું મહેકાવતી હું છું ગુજરાતી



"કેમ છો" થી ખબરઅંતર પૂછનારી ,

"જલેબી ફાફડા" ની શોખીન હું છું ગુજરાતી


પાટણ ના પટોળા થી લઈને જામનગરની બાંધણી માં લહેરાતી હું છું ગુજરાતી

દ્વારિકાની બંસરી થી લઈને નળસરોવર માં સૂર પુરાવતી હું છું ગુજરાતી


અંબાજી ની ત્રિશૂળ થી લઈને શામળાજી થી ગદાથી  અધર્મ સામે લડતા શિખનારી હું છું ગુજરાતી

વલભી થી લઈને દાંડીકૂચ ના ઈતિહાસ ની ફોરમ પ્રસરાવતી હું છું ગુજરાતી


સૌરાષ્ટ્રના ગાંઠીયા અને સુરતી ઉંધીયાંથી સૌની જીભને ચટકારો આપતી હું છું ગુજરાતી

ફટાણાં ગાઈને અને દેશી ઢોલ ના તાલે રૂમાલ નૃત્ય કરતી હું છું ગુજરાતી


પતંગ ની દોર હાથ માં રાખીને ખુલ્લા આસમાન ને ચુમતી હું છું ગુજરાતી

ભાતીગળ ઓઢણાં અને અંગરખા માં ઝગમગતી હું છું ગુજરાતી


"દુનીયા નું બજાર " કહેવાતું અમદાવાદ પ્રખ્યાત છે જ્યાનું એવી હું છું ગુજરાતી

તરણેતર ના મેળા ની  છત્રી માં આખી દુનિયા સમાવતી હું છું ગુજરાતી



Comments

Popular posts from this blog

कल युग की नारी हूं(kalyug ki nari hu)hindi Poem by Sunita B Pandya