બેસી છું લખવા

 


શુભેચ્છા પાઠવતી ગુજરાતી કવિતા


ઝાકળ નું લઈને સ્મિત ઉધાર,

બેસી છું લખવા શબ્દો બે ચાર


કલમ પણ બની ગઈ પારસમણિ,

જ્યારે અથડાયા શબ્દો મારા હૈયા થી


ગુલાબની સોડમથી લથબથ કાગળ લઈને,

બેસી છું હોંશે હોંશે લખવા.


ઘડી ને મેં તો બાંધી દીધી છે જોબન માં,

પાઠવવા શુભેચ્છા સૌથી પહેલાં


ઉત્સવ ની જાજરમાન ચાદર પાથરીને 

 કાગડોળે વાટ જોઈને બેસી છું


હજારો કામ મૂકીને પડતાં ,

ઠાલવવા બેસી છું હ્રદયનો ઉમળકો.


કીપેડ ના આ ડિજિટલ જમાનામાં,

કલમ  લઈને  બેસી છું સવારથી.

જેટવિમાનના આ જમાનામાં ,

પગપાળા જ નીકળી પડી છું સવારથી

                                ✍️ સુનિતા પંડયા

Comments

Popular posts from this blog

कल युग की नारी हूं(kalyug ki nari hu)hindi Poem by Sunita B Pandya