જ્યારે જ્યારે સત્યની શોધમાં નીકળી હું માં,

ત્યારે ત્યારે ગેરંટી બનીને આવી તું માં.


જ્યારે જ્યારે અન્યાય સામે લડવા આગળ વધી હું માં ,

ત્યારે ત્યારે જજ બનીને મારે પડખે ઉભી રહી તું માં.


 જ્યારે જ્યારે દુઃખ ના દરિયામાં ડૂબી હું માં,

ત્યારે ત્યારે કિનારો બનીને મારો હાથ ઝાલ્યો તે માં.


જ્યારે જ્યારે અભિમાન અને ઈર્ષ્યાના વાદળોમાં અંજાઈ હું માં,

ત્યારે ત્યારે પરચો બતાવીને પગ જમીન પર સ્થિર કરાવ્યાં તે માં.


 જ્યારે જ્યારે હાસ્યના દુકાળમાં ડૂબી હું માં,

ત્યારે ત્યારે હાસ્ય કલાકાર બનીને તે જિંદગી જીવતાં શીખવી માં.

                                      @sunita_tales


   

Comments

Popular posts from this blog

कल युग की नारी हूं(kalyug ki nari hu)hindi Poem by Sunita B Pandya